ગાંધીનગર-

મધ્યપ્રદેશ અને ગુજરાતની પેટાચૂંટણી જાહેરાત થઈ શકે છે. વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ જાહેરાત થઇ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં 8 બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ચૂંટણીપંચની મહત્વની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12.30 વાગે યોજાશે. બિહારમાં આ વખતે 3 તબક્કામાં ચૂંટણી યોજાવવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે કોરોનાની વચ્ચે 3 રાજ્યોમાં ચૂંટણીના ઢોલ સંભળાઈ રહ્યા છે. ત્યારે કોરોની વચ્ચે સુરક્ષાનુ ધ્યાન રાખી કેવી રીતે ચૂંટણી યોજવી તે સરકાર માટે પરિક્ષાની ઘડી સમાન સાબિત થશે.

બિહાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી કરી લીધી છે, ચૂંટણી પંચે આજે બપોરે 12:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જે પ્રેસ કોન્ફ્રન્સમાં બિહાર ચૂંટણીઓની સાથે સાથે હરિયાણાના બરોડા બેઠકની પેટા-ચૂંટણીઓ તેમજ ગુજરાત પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચે 29 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવાનો સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બરોડા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણ હૂડાના નિધન બાદ અહીં પેટા-ચૂંટણીઓ યોજાવાની છે. શ્રીકૃષ્ણ હૂડાનું અવસાન 12 એપ્રિલે થયું હતું. ચૂંટણીપંચ આ પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરશે તે હજી જાણી શકાયું નથી. પરંતુ માનવામાં આવે છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ બિહારમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે.