2022ના અંતે ગુજરાતમાં સરકારી કર્મચારીઓની 50 હજાર કરતાં વધુ જગ્યા ખાલી પડશે
15, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાત સરકારમાં ૨૩ વિભાગોમાં નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓમાં પ્રતિવર્ષ ૧૮૦૦૦નો વધારો થઇ રહ્યો છે છતાં સરકાર તમામ ખાલી પદો ભરવા ઇચ્છુક નથી. ઘણાં વિભાગોમાં એક કર્મચારી બેવડા હોદ્દાઓ ધરાવે છે. ગુજરાતમાં ૨૦૧૯ના અંતે ૧૮૦૦૦ કર્મચારીઓ નિવૃત્ત થયાં છે જેની સામે સરકારના ભરતી કેલેન્ડરમાં માત્ર ૧૦ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ૨૦૨૦ના વર્ષના અંતે ૧૭૫૦૦, ૨૦૨૧ના વર્ષમાં ૧૮૫૦૦ અને ૨૦૨૨ના અંતે અંદાજે ૧૭૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે, જો કે આ જગ્યાઓમાં વર્ષે ૫૦૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં ૮૦ હજારથી વધુ સરકારી કર્મચારી ગુજરાતમાંથી નિવૃત્ત થયા છે.

રાય કર્મચારી મહામંડળના પ્રમુખ વિશ્નુભાઇ પટેલ કહે છે કે એક સમય એવો હતો કે ગુજરાતમાં તલાટીની ૨૫૦ જેટલી જગ્યાઓ માટે ૧૧ લાખ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં મહત્વની બાબત એવી છે કે એમબીએ અને તેનાથી વધુ અભ્યાસ કર્યેા હોય તેવા ઉમેદવારો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે એસટી નિગમમાં ૧૨૦૦ જગ્યાઓ સામે ૧૨ લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. 

આ મહામંડળના બીજા સિનિયર હોદ્દેદાર ગિરીશ રાવલ કહે છે કે આટલી મોટી સંખ્યાં ઉમેદવારો જોતાં ગુજરાતમાં રોજગારીની સ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવે છે. કોરોના સંક્રમણના કારણે હવે તો પ્રાઇવેટ નોકરીઓ છૂટી જતાં લાખો યુવાનો બેકાર થયાં છે. સરકારે પ્રતિવર્ષ નિવૃત્ત થતાં ૧૭૦૦૦ જેટલા કર્મચારીઓ સામે તેટલી જ સંખ્યામાં ભરતી કરવાની આવશ્યકતા છે. અમે સરકારને ભરતી માટે વારંવાર કહ્યા પછી ભરતીનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે પરંતુ તેનું પાલન થતું નથી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution