ગુજરાત સરકાર દ્વારા, કોરોના કાળમાં કિસાન હિતકારી નિર્ણય
03, મે 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution