જાહેરમાં કેક કાપી જન્મદિવસઃ કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને ભત્રીજાની ધરપકડ
20, જાન્યુઆરી 2021

સુરત-

સુરત શહેરમાંથી ચોંકાવનારાસમાચાર સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરનારા કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને તેના ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ વોર્ડ પ્રમુખ ફૈઝલ રંગુણી અને તેના ભત્રીજાએ જાહેરમાં છરા વડે કેક કાપી ઉજવણી કરી હતી.

આ દરમ્યાન જાહેરમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ ગાઈડલાઈનનું ભંગ થવાની સાથે સાથે માસ્ક પણ ચહેરા પર નહોતું જાેવા મળ્યું અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. ઉલ્લેખનીય છે કે સર જાહેરમાં થયેલી જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ અઠવા પોલીસે બંનેની ધરપકડ કરી છે. અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution