કોલકાત્તા-

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હોસ્પિટલમાંથી જ પોતાના સમર્થકો માટે એક વીડિયો સંદેશ રજૂ કર્યો છે. મમતા બેનર્જીએ વીડિયોમાં કહ્યું કે હુમલામાં તેમને ખૂબ જ ગંભીર ઇજા થઇ છે જેમાં હાથ-પગમાં ખૂબ દુઃખાવો થઇ રહ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ થોડાંક દિવસમાં બહાર આવશે અને વ્હીલચેર પર બેસીને પણ કેમ્પેઇન કરીશ.

વીડિયો સંદેશમાં મમતા બેનર્જીએ કહ્યું કે તેમના માથામાં પણ ખૂબ દુઃખાવો છે. પાછલા દિવસોમાં જ્યારે હું લોકોના અભિવાદનનો સ્વીકાર કરી રહી હતી ત્યારે તેમના પગમાં ઇજા પહોંચી.મમતા બેનર્જીએ સમર્થકોને અપીલ કરી છે કે બધા શાંતિ બનાવી રાખે, તેમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી બહાર આવી જશે. મમતાએ કહ્યું કે ભલે તેમના પગમાં મુશ્કેલી હોય પરંતુ તેઓ મેનેજ કરશે અને વ્હીલચેર પર પણ પ્રચાર કરશે.

આપને જણાવી દઇએ કે થોડાંક સમય પહેલાં જ કોલકત્તાના એસએસકેએમ હોસ્પિટલ દ્વારા મમતા બેનર્જીનું હેલ્થ બુલેટિન રજૂ કરાયું હતું. આ બુલેટિનના મતે મમતા બેનર્જીના ડાબા ઘૂંટણમાં ઇજા પહોંચી છે. ત્યારબાદ મમતા બેનર્જીનું એમઆરઆઇ સ્કેન કરાયું છે. જાે કે હોસ્પિટલનું કહેવું છે કે મમતા બેનર્જીની સ્થિતિ સ્થિર છે પરંતુ તેમને આરામની જરૂર છે. હોસ્પિટલમાં ૬ ડૉકટર્સની એક ટીમ મમતા બેનર્જીના સ્વાસ્થ્ય પર નજર બનાવી રાખ્યા છે.