સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી કૉંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ
16, ઓક્ટોબર 2020

અમદાવાદ-

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની આગામી તા.3 નવેમ્બરના રોજ યોજાનાર પેટા ચૂંટણી માટે લીંબડીની બેઠક માટે લાંબી ખેંચતાણના અંતે કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપીહોવાનું જાણવા મળે છે. 

ભાજપે કિરિટસિંહ રાણાને અને કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપતા લીંબડી બેઠક ઉપર બહુમતી ધરાવતા કોળી ઉમેદવારનો કાંકરો નીકળી ગયો છે. કોળી ધારાસભ્ય સોમાભાઈ પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેતા આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સોમાભાઈ પટેલે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાસે ટિકિટ માગી હતી પરંતુ બન્ને પાર્ટીએ સોમાભાઈની માગણી ટોપલીમાં પધરાવી દીધી હતી. લીંબડી બેઠક ઉપર સૌથી વધુ કોળી મતદારો છે આમ છતા મુખ્ય બન્નેપક્ષે કોળી ઉમેદવારને મત નહીં આપતા હવે માજી ધારાસભ્ય સોમાભાઈ પટેલ એનસીપી અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે તેવા નિર્દેશો મળે છે. જો સોમાભાઈ આ બેઠક ઉપર ચૂંટણી લડે તો ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરી શકયતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution