નહિ મળે ઓફલાઈન રજીસ્ટ્રેશનથી રસી, જાણો આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જ્યંતિ રવિએ શું કરી સ્પષ્ટતા ?
24, મે 2021

ગાંધીનગર-

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.અગાઉ, ૧૮થી ૪૪ વર્ષના લોકોના રસીકરણ માટે સીધું સ્થળ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ગર્વમેન્ટ કોવિડ વેકસીનેશન સેન્ટર પર રજીસ્ટ્રેશન થશે. રસી લગાવવા માટે એપ પર પ્રી રજીસ્ટ્રેશન જરૂરી નહી તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા. આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution