09, નવેમ્બર 2023
સુરેન્દ્રનગર થાન અને મુળી પંથકમાં એકલ દોકલ ખાણો નથી અહિ બંન્ને તાલુકામા એવી લગભગ હજ્જારો ખાણો હશે જેમાથી દરરોજ લાખ્ખો અને કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થતુ હશે છતા તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃતિ ક્યારેય સદંતર બંધ કરાવી શક્યુ નથી. જ્યારે કોઇ કાબોઁસેલની ખાણોમા મજુરનુ મોત થાય અથવા તો સામાજીક કાયઁકર ઉચ્ચકક્ષાએ રજુવાત કરીમે ત્યારે માત્ર ગણતરીની કલાકો સુધી ખનન બંધ થયા બાદ ફરીથી શરુ થઇ જાય છે અહિ ખનીજ માફીયા એટલા ચતુર છે કે ખાણ ખનીજ વિભાગ, પોલીસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ક્યા જાય છે ? તેની પળેપળની માહિતી સોશીયલ મિડીયાના માધ્યમથી મેળવે છે. થાન અને મુળી પંથકમાથી દરરોજ હજ્જારો ટન કાબોઁસેલ તથા સફેદ માટી જેવા ખનીજ ચોરી કરી વહન કરાય છે અને થાન તથા મુળી તાલુકામા મોટાભાગના સ્થાનિકોનુ અથઁતંત્ર આ ગેરકાયદેસર ખનીજ પ્રવૃતિ પર જ ટકેલું હોય તેમ કહેવામાં જરાય ખોટુ નથી. કારણ કે અહિ કાબોઁસેલનુ ગેરકાયદેસર ખનન કરવા માટે અન્ય જીલ્લા-તાલુકાઓમાંથી આવતા ખનીજ માફીયા સ્થાનિકો પાસેથી કાયદેસર હોય કે કબ્જા ધરાવતી જમીન હોય ભાડા પેટે ખરીદી કરે છે ત્યાર બાદ અહિં ખોદકામ કરવા માટે જે.સી.બી તથા હિટાચી જેવા સાધનો પણ અહિના સ્થાનિકો પાસેથી ભાડા પેટે લઇ ખનન શરુ કરાય છે ખનન બાદ કાબોઁસેલને અન્ય સ્થળ પર ખસેડવા માટે ઉપયોગ થતા ડમ્ફર જેવા વાહનોમા કાબોઁસેલને પ્રતિ ટનના હિસાબથી ભરીને મોકલી દેવામાં આવે છે આ તમામ પ્રક્રિયા વચ્ચે કેટલાક મજુરીકામ કરતા મજુરોને પણ કાબોઁસેલની ભયંકર ખાણોમા કામ કરવાના બદલામા દૈનિક ભથ્થુ આપવામા આવે છે અને ક્યારેક મોત પણ ! જેથી થાન અને મુળી તાલુકાનુ મોટાભાગનું અથઁતંત્ર અહિ ગેરકાયદેસર ખનન પર ટકેલું છે. ખાણ ખનીજ વિભાગ કેટલાક સ્થળો પર દરોડા કરે પણ છે પરંતુ અગાઉ જણાવ્યુ તે પ્રમાણે ખનીજ માફીયાઓ પાસે અધિકારીઓની કાર નંબર સહિતની માહિતી અગાઉથી જ હોવાના લીધે ખનનના સ્થળ પર કઇ મળતુ નથી. જાેકે થાન અને મુળી તાલુકામા ચાલતા બેરોકટોક ખનનના વિરોધ્ધમા કેટલાક જાગૃત નાગરીકો દ્વારા તો એવુ પણ જણાવાયુ છે કે કરોડો રૂપિયાના ગેરકાયદેસર ખનનમા માત્ર સ્થાનિકોનુ જ અથઁતંત્ર નહિ પરંતુ આ વિસ્તારમા લાગુ પડતા પોલીસ સ્ટેશનના સામાન્ય કોન્સ્ટેબલથી લઇને સાંસદ સભાના નેતા સુધીનુ અથઁતંત્ર આ ગેરકાયદેસર ખનન પર ટકેલુ છે. ત્યારે આ પ્રકારે રાજ્યનું કરોડો રૂપિયાનું સૌથી મોટુ ગેરકાયદેસર ખનન સરકારની તિજાેરીને તો ઠીક પરંતુ જમીનમા રહેલી ખનીજ સંપતિને મોટુ નુકશાન પહોચાડી રહ્યુ છે.