છોટાઉદેપુર

 દર વર્ષની જેમ ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્‌યાં છે.વનરાય ફૂલોનો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળીના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે પરંતુ આ વર્ષે અધિક માસ તેમજ ગ્લોબલ વોર્મિંગ ની અસરોના લીધે લગભગ ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં મહોરતો કેસૂડો ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં જ પોતાનો રંગ બતાવતા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે બે મહિના દુર રહેલા હોળીના તહેવારો સુધીમાં ખાખરાના ઝાડ પર ફાફળા જાેવા મળી શકે છે..!છોટાઉદેપુર જિલ્લાના સિંગલાઘાટી, કવાંટ તાલુકાના આંબા ડુંગર, કડીપાણી,ના જંગલો ઉપરાંત પાવીજેતપુર તાલુકાના પાણીબાર,સજૂલી,દેગલા અને તીખાના જંગલો તથા રંગલી વિસ્તાર અને નસવાડી તાલુકાના દુગ્ધા વિસ્તારમાં તેમજ જાંબુઘોડાના જંગલોમાં હાલ કેસૂડાંએ રંગ જમાવવાની સાથે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિનો નિખાર તરી આવે છે ત્યારે જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે.જિલ્લાના પ્રક્રુતિપ્રેમી અને પર્યાવરણવિદ વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે વાસ્તવમાં કેસૂડાંના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવાનો પણ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિનાના આગમન કેસૂડાના ફૂલ ખીલી ઉઠતા હોય છે, ઉનાળાનાં ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે.કેસૂડાંના ફૂલો સૂકવીને તેનો ભૂક્કો આખી રાત પાણીમાં પલાળીને સવારે ત્વચા પર લગાવવાથી બળબળતા તાપમાં પણ ત્વચાનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પહેલાના સમયે આ પ્રયોગ કરાતો,કેસૂડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે,