સાવધાન: વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા મ્યુટન્ટ N440Kને શોધ્યો, 1 હજાર ગણો ખતરનાક
03, મે 2021

દિલ્હી-

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના જુદા જુદા મ્યુટન્ટ્સને લીધે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. દરમિયાન કોરોના વાયરસનો બીજો ખતરનાક મ્યુટન્ટ શોધી કાઢવામાં આવ્યો છે. જેનાથી પરિસ્થિતિએકદમ ચિંતાજનક બની રહી છે. વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ ‘N440K’ બાકીના વાયરસ કરતાં 10 ગણો વધુ ચેપી છે. તેણે એવો દાવો પણ કર્યો છે કે આ પરિવર્તનને કારણે દેશના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ બદતર બની રહી છે.

એક અહેવાલ મુજબ 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા કેસ નોંધાયા હતા. અને 23,800 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ જીવલેણ મ્યુટન્ટને શોધી કાઢયો છે. સંશોધનકારો માને છે કે ‘N440K’એ ચેપ ફેલાવતા અન્ય તમામ મ્યુટન્ટ કરતા 10 થી 1000 ગણો વધુ ચેપ ફેલાવે છે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં બીજી તરંગ તેના શિખરે પહોંચી છે. સમ્યુટન્ટ ‘N440K’ પ્રથમ વખત આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં જોવા મળ્યો હતો. હવે આ મ્યુટન્ટ આંધ્ર અને તેલંગાણા સહિત દેશના ઘણા ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે બીજી તરંગ દરમિયાન આંધ્ર અને તેલંગાણામાં નવા તમામ કેસમાંથી એક તૃતીયાંશ કેસ આ વેરિએન્ટને કારણે થયા છે અને તે સતત ફેલાય છે. છેલ્લા બે મહિનામાં, દેશના 50 ટકા કેસ ફક્ત ચાર રાજ્યો- કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને છત્તીસગઢમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં આ પ્રકારનો ફેલાવો થયો છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને ગાઝિયાબાદમાં એકેડેમી ફોર સાયન્ટિફિક એન્ડ ઇનોવેશન રિસર્ચ (એસીએસઆઈઆર) ના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution