20, સપ્ટેમ્બર 2021
દિલ્હી-
CBSEબોર્ડના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે દેશભરમાં પ્રથમ સત્રની પરીક્ષા મધ્ય નવેમ્બરથી શરૂ થઈ રહી છે છે પરીક્ષા નું સમય પત્રક ની તારીખ આ મહિના બીજા સપ્તાહ પછી જાહેર કરવામાં આવશે CBSE બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ પ્રથમ સત્ર નુ પેપર 90 મિનિટ ની સમય અવધિ વાળા પરીક્ષા પત્ર એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવાશે વિદ્યાર્થીઓને ઓલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો કે કેમ તે અંગે હજુ નિર્ણય લેવામાં આવશે. CBSE અગાઉ બે ભાગમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું તે મુજબ સત્ર-1અને સત્ર 2 મુજબ પરીક્ષા લેવાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બે સત્રમાં વિદ્યાર્થીના પરફોર્મન્સ ના આધારે અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશેબી એસ સી બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિ ની નવી સ્કીમ મુજબ બે સત્રમાં પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ને સરખું જ મહત્વ આપવામાં આવશે. આ પરીક્ષામાં પ્રાયોગિક પરીક્ષા ને સ્થાન નથી અપાયું બીજુ સત્ર માર્ચ થી એપ્રિલ રહેશે અને બીજા સત્ર ના પરીક્ષાના નો સમયગાળો 120 મિનિટનો રહેશે અને અંતિમ સત્રમાં થીઓરી અને પ્રેક્ટિકલ બંને ગ્રુપમાં લેવાશે કોરોના ની પરિસ્થિતિ ને લઈને પ્રથમ અને બીજા સત્ર ની પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર અને ફેબ્રુઆરી-માર્ચમાં અનુક્રમે લેવાશે.