હાલોલ : હાલોલ મહાલક્ષ્મી માતાજી ના મંદિરે અખો નોમ ની ઉજવણી કોરોના ના કેર ને લઈ સદગીભરી ભક્તિમય વાતાવરણ ના કરવામાં આવી હતી.માતાજી ના ભક્તો એ માતાજી ના દર્શન ની સાથે સાથે યજ્ઞ ના દર્શન કરી ધાન્યતાને પામ્યા હતા. 

ભાદરવા સુદ નોમ એટલે અખો નોમ થીં ઉજવાય છે. હાલોલ નગર સહિત દેશભરમાં રહેતા શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ અને શ્રીમાળી સોની સમાજ ના કુળ દેવી એવા શ્રી મહાલક્ષ્મી માતાજીનો પ્રાગટય દિવસ ની ઉજવણી અખો નોમ ના દિવસે પ્રતિ વર્ષે માતાજીના ભક્તો દ્વારા ધામ ધૂમથી ઉજવાય છે.પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ના પગલે સરકારી ની ગાઈડલાઈન મુજબ હાલ માં તમામ ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધ હોઈ આજરોજ હાલોલ નગરની મધ્યમાં મેન બજાર માં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે અખો નામ ની ઉજવણી સાદગી રીતે પરંતુ ધાર્મિક વિધિ માતાજીના મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે માતાજીના કેસર સ્નાન બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં પરીખ પરિવારે હવન કુંડમાં આહુતિ આપી હતી. બપોરે ૧ઃ૦૦ કલાકે અગ્નિકુંડમાં શ્રીફળ હોમી યજ્ઞ નું સમાપન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પોરવાડ જ્ઞાતિ સમાજના પ્રમુખ તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.