તલોદ અને પ્રાંતિજમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીની ઉજવણી
08, જુલાઈ 2020

અરવલ્લી,નનાનપુર,તા.૭ 

જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ તાલુકાના ભાજપના આગેવાનો અને જિલ્લા યુવા મોરચાના હોદેદારો અને નગરજનો દ્વારા દિપજયોત પ્રગટાવી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.તલોદ પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિહ પરમાર, માજી મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, બળવંતભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચાના વિપુલભાઈ શર્મા સહિત બંને તાલુકાના યુવા મોરચાના હોદેદારો કાર્યકરો દ્વારા જનસંઘ ના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીને સ્મરણાંજલિ અર્પીત કરવામાં આવી હતી.દેશની અખંડિતતા અને જનના કલ્યાણ રાષ્ટ્રિય હિતમાં શ્યામાપ્રસાદની વિચારસરણીને યાદ કરી નમન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે રક્તદાન કાર્યક્રમોનું પણ આયોજન યુવા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. શોશ્યલ ડીસ્ટન્સ અને સરકારના જાહેરનામાના ચૂસ્ત અમલ વચ્ચે શ્યામાપ્રસાદ અમર રહોના નારા સાથે અને અનેક યુવાનોએ રક્તદાન કર્યા બાદ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution