આણંદ : રાજ્ય સરકાર સુપોષિત ગુજરાતના ધ્યેયને વરેલી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમમથી માતા અને બાળકોના સુપોષણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પૂરક પોષણનો લાભ આપવાની સાથે છેક સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય તે માટે કાળજી અને તકેદારી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ માટેના કેન્દ્રો ગામે-ગામે શરૂ કરવામાં આવ્યાં છે. આંગણવાડી અને તેની કાર્યકર બહેનો આ જવાબદારી નિભાવીને ગામે-ગામ જનજાગૃતિની કામગીરી કરી રહી છે.  

સગર્ભાવસ્થાથી ૨૪ મહિનાની વય સુધીના બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ નવજાત શિશુના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટેનું પ્રથમ સોપાન બની રહે છે. તેને ધ્યાને રાખીને મહિલા અને બાળ વિકાસ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ૧૦૦૦ દિવસ દરમિયાન માતાએ બાળકની યોગ્ય કાળજી કેવી રીતે લેવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આ સમયગાળો ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે. જેમાં પ્રથમ તબક્કો ૨૭૦ દિવસની સગર્ભાવસ્થા છે. તે દરમિયાન ગર્ભધારણની જાણ થાય કે તરત જ નજીકની આંગણવાડીમાં સગર્ભાની નોંધણી કરાવવી જાેઈએ, જેથી આ સમય માટેની આરોગ્યી કાળજીનો લાભ મળી રહે.

આ સમય દરમિયાન સગર્ભાને સમતોલ આહાર અને પૂરતો આરામ મળે તે જરૂરી છે. સાથે તેને લોહતત્વ અને આયર્ન ઉપરાંત કેલ્શીયમની ગોળીઓનું નિયમિત સેવન કરાવવું જરૂરી છે. શિશુના જન્મથી છ માસ સુધી એટલે કે ૧૮૦ દિવસ દરમિયાનમાં પહેલાં તો શિશુના જન્મના પ્રથમ એક કલાકમાં અને છ મહિના સુધી બાળકને માતાના ધાવણ સિવાય કશું જ આપવું ન જાેઈએ. જન્મના ૭થી ૨૪ માસ એટલે કે ૫૫૦ દિવસ દરમિયાન પ્રથમ છ મહિના પૂરાં થયાં પછી જ બાળકને ઉચિત હલકો અને પોષક ઉપરી આહાર આપવાનું શરૂ કરવું જાેઇએ. ઉંમરે વધે તેમ તેનાં આહારનાં પ્રમાણમાં વધારો કરવો જાેઈએ. તેમજ તેની સાથોસાથ બાળક જ્યાં સુધી બે વર્ષનું ન થાય ત્યાંં સુધી માતાનું ધાવણ ચાલંુ રાખવું જાેઈએ. આ અંગેની વિગતે જાણકારી મેળવવી હોય તો નજીકના આંગણવાડી કાર્યકર બહેનો પાસેથી પણ મળી શકે છે.