વડોદરા, તા ૨૮

મહારાજા સયાજીરાવ યુનિ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતગર્ત વિર્ઘાથીઓ સાથે સંવાદ સાઘતા કેન્દ્રીય કૈોશલ્ય વિકાસ અને સુચના પ્રોધોગિક રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે

આગામી એક વર્ષમાં ભારતની ડીઝીટલ ઇકોનોમી એક ટ્રીલયન ડોલરને આંબી જશે. અને વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનાં સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રીલયન ડોલરની ઇકોનોમી બનાવવાનાં સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમી નો હિસ્સો ૨૫ ટકા હશે. આગામી ત્રણ વર્ષોમાં ડીઝીટલ ઇકોનોમી માં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું આકલંન કરવામાં આવી રહ્યું છે, કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રેશેખરે વઘુમાં કહ્યુ કે અગ્નિવીરો માંટે અમારૂ મંત્રાલય ખાસ સ્કીલ સર્ટીફિકેશન આપવાનું નક્કી કર્યું છે જેથી અગ્નિવીરો રોજગારી ને યોગ્ય તકો પાપ્ત થઇ શકે.

ગુજરાતની બે દિવસય મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે એમ,એસ યુનિની મુલાકાત લઇ યુનિનાં ૧૫ વિર્ઘાથીઓનાં સ્ટાર્ટઅપ પ્રોજેકટ નિહાળ્યા હતા.અને પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીયમંત્રીએ યુનિનાં સ્ટાર્ટઅપ મેગેઝીન અને પોર્ટલ ને લોંન્ચ કર્યું હતુ.

ટેકનોલોજીની મદદથી ડીઝીટવ ઇન્ડીયાનું વીઝન આજે સફળ થઇ રહ્યું છે તેમ કહી કેન્દ્રીયમંત્રી ઉમેર્ય હતુ કે આગામી બે વર્ષોમાં ટેકનોલોજીમાં ભારતનો દબદબો રહેશે. ૫ જી ટેકનોલોજી અન્ય દેશોની તુલનામાં ઉમદા છે. દરેક માટે ઇન્ટરનેટ માટે ઓપન હોવું જાેઇએ.અને સુરક્ષિત હોવું જાેઇએ.ઇન્ટરનેટને સુરક્ષિત રાખવા આપણી પાસે મજબુત ટેકનોલોજી છે. રસિયા- યુક્રેન યુઘ્ઘ પરથી વાત કરતા કેન્દ્રીયમંત્રીએ કહ્યું આપણે હાઇડ્‌ો કાર્બન પર નિર્ભરતા ઓછી કરવી પડશે અને રીન્યુએબલ એનર્જી પર વઘારે ઘ્યાન આપવું પડશે.