દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયની જાણકારી આપતા અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ૭૫૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટી ત્યાં અન્ય શિક્ષણ સંસ્થાઓ માટે એક મોડલનું કાર્ય કરશે. આ ર્નિણયથી સ્થાનિક યુવાઓને ફાયદો થશે. યુનિવર્સિટી અંતર્ગત લેહ, લદ્દાખ અને કારગિલના વિસ્તાર આવશે.

તેમણે કહ્યું કે, ઇન્ટિગ્રેટેડ બહુહેતુક નિગમની સ્થાપનાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કોર્પોરેશન લદ્દાખમાં પર્યટન, ઉદ્યોગ, પરિવહન સુવિધાના વિકાસ અને સ્થાનીક ઉત્પાદકો અને હસ્તશિલ્પનું માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ કાર્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, તેની સ્થાપનાથી લદ્દાખમાં વિકાસમાં તેજી આવશે. તેને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યું છે, આ કોર્પોરેશનની પાસે ૨૫ કરોડ રૂપિયા સુધીનું બજેટ હશે.

કેબિનેટે સ્ટીલ ઉદ્યોગને જાેતા એક મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્ટીલની આયાતને ઘટાડવા માટે યોજનાની જાહેરાત કરી છે. આ યોજના પાંચ વર્ષ માટે ૬ હજાર કરોડ રૂપિયાથી વધુ હશે, તેની મદદથી ૪૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. મહત્વનું છે કે આ સમયે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, તેવા સમયમાં સંસદ સત્ર વચ્ચે કેબિનેટની બેઠક યોજાઈ છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે મળતી હોય છે, પરંતુ ગઈકાલે રજા હોવાને કારણે આજે બેઠક મળી હતી. પાછલી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારવા જેવો મહત્વનો ર્નિણય લીધો હતો. દરોડા અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને અલગ રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે "એજન્સીઓ તેમનું કામ કરે છે, અમે તેમની કામગીરીમાં દખલ કરતાં નથી. કોઈ પણ ઘટના વિશે ખોટી માહિતી ફેલાય એ પહેલાં સત્યનું બહાર આવવું જરૂરી છે. અધૂરી માહિતી ઘણીવાર ગેરમાર્ગે દોરનારી હોય છે" જાે કે સરકાર દ્વારા માત્ર આટલી જ પ્રતિક્રિયા આપવામાં આવી છે. કરવેરા વિભાગ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ અંગે કોઈ અધિકૃત બયાન આવ્યું નથી.