ડાકોર

કોરોના કાળમાં લાંબા સમય સુધી રાજ્યનાં અનેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે બધુ ખુલતુ જાય છે ત્યારે ભક્તો  માટે મંદિરના દ્વાર પણ ખુલ્યા છે. ત્યારે તા.24 જુલાઈને શનિવારના રોજ ડાકોર રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આગામી સંવત 2077 અષાઢ સુદ-15 એટલે કે તા.24 જુલાઈને શનિવારના રોજ ડાકોર રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં સેવક આગેવાનો અને મેનેજર સાથે થયેલ ચર્ચા મુજબ સમયમાં ફેરફાર કર્યો છે.​​​

બદલાયેલા સમય મુજબ સવારે 5 વાગ્યે નીજ મંદિર ખુલી 5.15 વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે. જોકે સમગ્ર દિવસ દરમિયાન એક પણ આરતીમાં વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રખાયો છે.

-પરોઢીયે 5.20 થી 8.30 દરમ્યાન વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે.

-8.30 થી 9 વાગ્યાના અરસામાં ઠાકોરજી બાલભોગ, શુંગાર ભોગ, ગોવાળ ભોગ, ત્રણેવ બોગ ટેરામા આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.

-9 વાગ્યે આરતી થશે, જેથી 9.05 થી 12 વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે.

-12.00 થી 12.30 દરમિયાન ઠાકોરજીના રાજભોગ તથા મહાભોગ આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.

-12.30 વાગ્યે મહાભોગ આરતી થશે.

-જે બાદ 12.35 થી 2 વાગ્યા દરમ્યાન મંદિર ખુલ્લા રહેશે.

-ત્યારબાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.

-બપોરના 3.45 વાગ્યે નીજ મંદર ખુલી 4 વાગ્યે ઉથ્થાપન આરતી થશે.

-4.05 વાગ્યે વૈષ્ણવો માટે દર્શન ખુલશે જે નિત્ય ક્રમાનુસાર સેવા-પૂજા થઇ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને મંદિર પ્રવેશ બંધ થશે.