શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
20, જુલાઈ 2020

સોમનાથ-

શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે ૬. ૩૦ ના બદલે ૬ વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે ૭.૩૦ ના બદલે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે.

પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરુર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે. શ્રાવણ માસ માટે કોઈ નવી ગાઇડલાઇન રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ, ગુજરાતભરના મંદિરો માટે જુની અનલૉક ૨ ની ગાઇડલાઇન જ યથાવત રહેશે. મંદિર અને ધાર્મિક સ્થાનોમા પણ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરેના નિયમોનુ પાલન કરવુ પડશે.જુની ગાઇડલાઇન મુજબ મંદિરમાં પ્રસાદ પણ નહિ અપાય. ગીર સોમનાથમાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિરાવ અને સોમવારના દિવસોમાં સવારે ૬ઃ૦૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી ૦૯ઃ૧૫ સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution