બનાસકાંઠા-

અમીરગઢ બોર્ડર પરથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સૌથી વધુ માદક પદાર્થો ઝડપી પાડયા હતા. અમીરગઢ બોર્ડર પરથી મોટા શહેરોમાં માદક પદાર્થોની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. અમીરગઢ બોર્ડર પરથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ચરસ ઝડપાયું હતું.

અમીરગઢ ચેકપોસ્ટ પરથી ફરી એકવાર ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત થઈ હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવી રહેલી પંજાબ પાર્સિંગની એક ઈનોવા કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે ઉભી રાખીને તલાસી લીધી હતી. તપાસ કરતા ઈનોવા કારમાંથી અંદાજે બે કિલો ચરસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસની હેરાફેરી ઝડપાઇ છે. જેમાં ભાડેથી કરેલી કારમાં બે કિલો ચરસનો જથ્થો ગોવા ડિલિવરી આપવા જતો હરિયાણાનો એક શખ્સ ઝડપાઇ ગયો હતો.