આણંદ : આણંદ - ખેડા સહિત સમગ્ર પંથકમાં માવઠા બાદ ઉત્તર પૂર્વીય દિશાઓમાં ઠંડા પવનનો જાેર વધ્યું છે. જેને લઈને છેલ્લાં બે દિવસમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી જેટલો નીચે ઊતરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આણંદ જિલ્લામાં ઠંડીનો પારો સરકીને ૧૪.૫ ડિગ્રી પર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં પારો વધુ નીચે ઊતરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ચરોતર પંથકમાં પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. 

જ્મ્મુ-કાશ્મીર અને હિમાચલમાં થયેલી હિમવર્ષાને પગલે ઉત્તરમાંથી ફૂંંકાઈ રહેલા બર્ફિલા પવનોને કારણે આણંદ - નડિયાદ સહિત સમગ્ર ચરોતરમાં કાતિલ ઠંડીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, મહત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી અને લઘુત્તમ ૧૪.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ ૫.૮કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી.

પવનની ગતિ વધતાં હવે દિવસે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ, આગામી અઠવાડિયામાં આકાશ અંશતઃ વાદળછાયું રહેશે, જેને લઈને ઠંડીનું જાેર વધશે. બીજી તરફ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા ફૂલ જાેશમાં થઈ રહી છે, જેની અસર આણંદ - નડિયાદ સહિત ચરોતરમાં વર્તવાની શરૂ થઈ ગઈ છે.

ઠંડીનો જાેરદાર ચમકારો શરૂ થઈ જતાં હવે તાપણાં બેઠકો પણ ચાલંુ થઈ ગઈ છે. શહેરીજનોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાં ઉપરાંત ગ્રામીણ હિટર તાપણાંનો પણ સહારો લેવાનો શરૂ કરી દીધો છે. બર્ફિલા પવનોને કારણે દિવસે પણ ટુ વ્હીલર ચાલકોને ગરમ કપડાંમાં લપેટાયેલું રહેવું પડી રહ્યું છે.

હવામાન વિભાગના વર્તારા મુજબ, આગામી પાંચ દિવસ સુધી એટલે કે ૨૨મી તારીખ સુધી લઘુત્તમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈને ૧૪ ડિગ્રીની આસપાસ સ્થિર થશે. તા.૨૧મીના રોજ પારો ૧૧ ડિગ્રી સુધી ગગડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પારો હજુ ચારથી પાંચ ડિગ્રી નીચે ઊતરશે

ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસોથી હિમવર્ષા શરૂ થતાં તેની સીધી અસર ચરોતરમાં જાેવા મળી છે. પંથકમાં છેલ્લા બે દિવસોથી ઉત્તર પૂર્વીય દિશામાં ઠંડા પવનો ફંૂકાતા ૨ દિવસમાં પારો ચાર ડિગ્રી જેટલો ઘટી ગયો છે. આજે ઠંડીનો પારો ૧૪.૫ ડિગ્રી નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ચાર દિવસો સુધીમાં ઠંડીનું જાેર વધશે જેને લઈને લઘુત્તમ તાપમાનનો પારો હજી ચારથી પાંચ ડિગ્રી ગગડશે.