છોટાઉદેપુર

નસવાડી તાલુકા ની કેટલીક શાળા ઓમાં ફૂડ કુકિંગ કોસ્ટ ની રકમ બાળકો ને શિક્ષકો દ્વારા આપવામાં આવી કે નહિ મામલતદાર દ્વારા શાળા ઓમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું. જાે કોઈ શિક્ષકે બાળકો ના નાણાં હયગય કરશે તો તે શિક્ષક પર પોલીસ કેશ કરી શસ્પેન્ડ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર. કોરોના મહામારી ના પગલે શાળા ઓ બંધ કરાવમાં આવી અને બાળકો ને ઘરે જ રહેવાનો આદેશ કરવામાં આવ્યું.

શાળા માં મધ્યાન ભોજન કરતા હતા તે બાળકો ને અનાજ અને કુકિંગ કોસ્ટ સરકારે આપવાનો ર્નિણય લીધો અને લોકડાઉન થી દરેક બાળક ને અનાજ અને નાણાં આપવાનું શરૂ કરકામાં આવ્યું.ધોરણ ૧ થી ૫ ના બાળક ને એક દિવસ ના ઘઉં.ચોખા પચાસ પચાસ ગ્રામ અને કુકિંગ કોસ્ટ ની રકમ ૪.૯૬પૈસા અને ધોરણ ૬થી ૮ ના બાળક માટે ઘઉં.ચોખા પંચોતેર પંચોતેર ગ્રામ જ્યારે કુકિંગ કોસ્ટ ની રકમ૬.૯૬ પૈસા આમ સાત ત્રીજા મહિના થી આઠ માં મહિના ની રકમ જેતે શાળા ના મુખ્ય આચાર્ય ના એસ.એમ.સી ના ખાતાં માં જમા કરવામાં આવી હતી.જયારે નસવાડી તાલુકા ની ૨૪૭ શાળાઓમાં આ અનાજ અને રકમ સરકાર દ્વારા પહોંચતું કરવામાં આવ્યું હતું. પરંતુ.નસવાડી મામલતદાર ને કેટલીક જગ્યા થી રજુવાતો આવી કે કેટલીક શાળા ઓમાં બાળકો માટે આપેલી કુકિંગ કોસ્ટ ની રકમ શિક્ષક દ્વારા આપવામાં આવી નથી.અને તાલુકા ની એક શાળા માં તો શિક્ષકે બાળકો ના પૈસા વાપરી લીધા ની ચર્ચા જાેરપકડી જયારે નસવાડી મામલતદાર ગોપાલ દાસ હરદાસણી પોતે તાલુકા ની શાળા ઓમાં વહેલી સવાર થી આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું અને તણખલા.આમરોલી.બરોલી.કસુબિયા પ્રાથમિક શાળા ઓમાં પહોંચ્યા અને ત્યાં હાજર શિક્ષકો પાસે તમામ પ્રકાર ની માહિતી માગી જ્યાં કેટલીક જગ્યા શિક્ષકો એ જૂની તારીખો ની સ્લીપ બતાવી બીજી સ્લીપ ઘરે છે તેવું પણ કહ્યું પરંતુ મામલતદાર દ્વારા સૂચન કરવામાં આવ્યા કે બાકી નીકળતી સ્લીપ લઈ ને મામલતદાર કચેરી એ બોલાવ્યા અને તાલુકા શિક્ષણ અધિકારી અને તમામ સી.આર.સી ઓને તાકીદ કર્યું અને બધી જ શાળા ઓના રિપોટ તાત્કાલિક ત્યાર કરી ને મંગાવ્યા.

હાલ તો તાલુકા ની કેટલીક શાળા ઓના બિન્દાસ્ત શિક્ષકો કુકિંગ કોસ્ટ જમા ન કરી ને મહાલીરહ્યા હતા તે અચાનક એક્ટિવ થઈ ને બાળકો અને વાલી ઓના ખાતા શોધી ને રકમ જમા કરવા માટે લાગી પડયા છે.જ્યારે અધિકારીઓ ના ચેકિંગ માં કોઈ શિક્ષકે બાળકો ના પૈસા જમા ન કરાવ્યા હોય અને નાણાં ની હઇ ગઈ કરી હોય તો તે ની સામે નસવાડી મામલતદાર દ્વારા કડક પગલાં લઈ પોલીસ કેશ કરી ને તેને સસ્પેન્સડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે..