છોટાઉદેપુર

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનવિરોધી રસીકરણ ની ઝુંબેશ ચાલી રહી છે. તે અન્વયે પ્રથમ કોરોના વોરિયર્સ ને કોવીડ - ૧૯ સામે રક્ષણ મળે તે માટે તેઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. હાલ માં નગરના સિનિયર સીટીઝનો ને કોરોના મહામારી સામે બાથ ભીડવા તંત્ર દ્વારા રસી કરણ કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર તાલુકાના નિવૃત અધિકારી અને કર્મચારી ઓ માં જાગૃતિ આવે રસીકરણ કરવા પ્રેરિત થાય તે માટે નિવૃત કર્મચારી મહામંડળ ના મંત્રી ભરતભાઈ પટેલ સહીત ના પદાધિકારીઓએ કોરોના વિરોધી રાશિનો પ્રથમ ડોઝ લીધો હતો અને તેમને પોતાના સાથી ઓને આધાર કાર્ડ સહીત રસી કેન્દ્ર પર જઈ રસી કરણ કરાવવા અનુરોધ કર્યો હતો.