દે.બારીયા

૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ઇવીએમ મશીન દ્વારા થયેલ થયેલ મતદાનથી મળેલ પરિણામ સામે વિરોધ પ્રગટ કરી ઈવીએમ મશીનની જગ્યાએ બેલેટ પત્રથી પુનઃ ચૂંટણી કરાવવાની માંગણી કરતું આવેદનપત્ર ગુજરાતની સરકાર તથા રાજ્યના ગવર્નરને પહોંચાડવા દેવગઢબારીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢબારિયા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત તારીખ ૨૮મી ફેબ્રુઆરીના રોજ ઈવીએમ મશીનો દ્વારા થયેલ મતદાનથી દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જે મહેનત અને આશાવાદી અભિગમ થી લોકશાહી ઢબે પ્રામાણિક મહેનત અને સત્યની સાથે ચૂંટણી લડી હતી. પરંતુ લોકશાહીને ખત્મ કરી શામ દામ દંડના હથિયાર થી એક તરફી પરિણામો મળેલ છે. જેનો તાલુકા જિલ્લા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તથા સંગઠન સહિત સૌએ આ રીતે સંચાલન સારું પરિણામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને મળેલ છે તેનો વિરોધ નોંધાવ્યો છે તથા ઈવીએમ મશીનોની જગ્યાએ બેલેટ પત્રથી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ભય વગર પુનઃ ચૂંટણી કરવાની માંગણી કરવામાં આવી છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ઇવીએમ મશીન દ્વારા થયેલ થયેલ મતદાનથી મળેલ પરિણામ સામેવ્યક્ત કરવામા આવી છે.