15, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સાથે-સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત છે. રવિવારે વડોદરામાં સભાને સંબોધતી વખતે તેમની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા, જે બાદ તેમને અમદાવાદની યુ. એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. યુ. એન. મહેતા હૉસ્પિટલના બુલેટિન પ્રમાણે તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને હળવાં લક્ષણો જોવા મળ્યાં છે. ભાજપના સંસદસભ્ય ભીખુ દલસાણિયાએ રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેઓ અને કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. તેઓ બંને યુએન મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને બંનેની સ્થિતિ સામાન્ય છે.