મંગળ ગ્રહ માટે દેશનું પહેલું રોવર લઈને ઉતરનાર ચીન બીજો દેશ બન્યો
15, મે 2021

બીજિંગ-

ચીનની અંતરિક્ષ એજન્સી ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (CNSAએ) શનિવારે સવારે પુષ્ટિ કરી હતી કે મંગળ ગ્રહ માટે દેશનું પહેલું રોવર લઈને એક અંતરિક્ષ યાન લાલ ગ્રહ પર ઊતર્યું છે. એની સાથે ચીન મંગળ ગ્રહ પર રોવર ઉતારવવાળો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. એનાથી પહેલાં માત્ર અમેરિકા જ આ સફળતા હાંસલ કરી શક્યો છે. સમાચાર એજન્સી ઝિન્હુઆએ જણાવ્યું હતું કે રોવર 'ઝુરોગ'નું નામ ચીનની પૌરાણિક કથામાં અગ્નિ અને યુદ્ધના દેવતાને નામે રાખવામાં આવ્યું છે. એ રોવર મંગળ ગ્રહ પર યુટોપિયા પ્લૈનિશિયામાં પહેલાથી પસંદ કરેલા વિસ્તારમાં ઊતર્યું હતું. મંગળ ગ્રહ પર પહોંચનારા રોવરનું વજન આશરે 240 કિલોગ્રામ છે. એમાં છ પૈડાં અને ચાર સૌર પેનલ છે તતા એ પ્રતિ કલાકના 200 મીટર સુધી ફરી શકે છે.

આમાં છ વૈજ્ઞાનિક ઉપકરણ છે, જેમાં બહવર્ણીય કેમેરા, રડાર અને મોસમ સંબંધી માપક છે. એમાં મંગળ ગ્રહ પર આશરે ત્રણ મહિના સુધી કામ કરવાની સંભાવના છે. એક ઓર્બિટર, એક લૈન્ડર અને એક રોવર લઈને અંતરિક્ષ યાન તિઆનવેન-1નું પ્રક્ષેપણ 23 જુલાઈ, 2020એ કરવામાં આવ્યું હતું. સૌર મંડલમાં અને અન્વેષણનો હેતુથી એક મિશનમાં જ ઓર્બિટિંગ લૈડિંગ અને રોવિંગ પૂરા કરવાના ઉદ્દેશથી મંગલ ગ્રહ પર પહોંચવાની દિશામાં એ ચીનનું પ્રથમ પગલું છે. અત્યાર સુધી અમેરિકાને મંગળ પર ઊતરવામાં મહારત હાંસલ છે. એની સાથે ચીને મંગળ ગ્રહ પર રોવરની સાથે પહોંચવાવાળો બીજો દેશ બની ગયો છે. જોકે નાસાનું પરસીવરેંસ રોવર આશરે સાત મહિનાની યાત્રા પછી 18 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ પર પહોંચ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution