ઇન્દોર-

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ઇન્દોર સ્થિત પોતાના ઘરે મીડિયા સાથે કોરોના સહિતના મુદ્દા પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે એશિયન દેશોમાં માત્ર ભારત આ સંકટ સામે ઝઝુમી રહ્યુ છે. ચીન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા એમ કહ્યુ કે ચીને પહેલા ટ્રમ્પને ચૂંટણી હરાવવામાં મદદ કરી હટાવ્યા બીજી ખુન્નસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે, દેશમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે, તેમાં વિપક્ષ સહિત તમામને ગંભીરતા સાથે સરકાર સાથે ઉભા થઇને જનતાના દુખના દર્દને મિટાવવામાં સહયોગ કરવો જાેઇએ. ચીનના સવાલ પર વિજયવર્ગીયએ કહ્યુ કે ચીન કોઇ દેશને આગળ વધવા દેતો નથી અને જે આગળ વધે છે તેને નબળો પાડવામાં જાેડાઇ જાય છે. આ ચાઇનાની પોલિસી છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે વિશ્વ મીડિયામાં અમેરિકા અને ભારત સાથે ચીનની નારાજગી સબંધી જે સમાચાર છપાવા સાથે આશંકા વ્યક્ત કરી છે, તેમણે કહ્યુ કે આ બીજી લહેર ચીનની માનવનિર્મિત વાયરસની અસર છે, તેમણે સ્પષ્ટ કર્યુ કે બીજી લહેરની ઘાતકતાથી એવુ અનુમાન એટલા માટે નહતુ કારણ કે અન્ય એશિયન દેશમાં આ લહેર નહતી. જેને લઇને ચીન પર એટલા માટે શંકા થાય છે કે અમેરિકાના વૈજ્ઞાનિક પણ શંકા વ્યક્ત કરી ચુક્યા છે કે માનવનિર્મિત વાયરસ ચીનનું ષડયંત્ર હોઇ શકે છે.