વોશિગ્ટંન-

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ફરી એક વખત ચીનને દુનિયા માટે સૌથી મોટુ જાેખમ ગણાવ્યું છે. વોશિંગ્ટનમાં પોમ્પિયોએ કહ્યુ કે, આઝાદી અને લોકતંત્રને પસંદ કરનારી દુનિયા માટે ચીન જાેખમ છે. આ દેશો માટે એ સૌથી જરૂરી છે કે તે ચીનને પરિવર્તન લાવવા માટે મજબૂર કરે, જાે આવું નહીં થાય તો પછી ચીન દુનિયાને બદલી નાંખશે. થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોમ્યુનિસ્ટ શાસન વાળા ચીનને દુનિયા માટે જાેખમ ગણાવી ચુક્યા છે. બન્ને દેશ એક નવા કોલ્ડ વોર તરફ આગળ વધી રહ્યા છે.

નિક્સન લાઈબ્રેરીમાં ભાષણ આપતી વખતે પોમ્પિયોએ કહ્યુ કે, ચીન વિરુદ્ધ અમે અમારા સહયોગી દેશો સાથે મળીને લડવાના રસ્તા ખોળી રહ્યા છીએ. આ અમારા માટે સૌથી મોટો પડકાર અને મિશન છે. ચીન લોકોની ખુશી અને આઝાદી માટે જાેખમકારક છે. 1970ની આસપાસ જ આપણા નેતાઓને ખબર પડી ગઈ હતી કે કોમ્યુનિસ્ટ શાસન ક્યા જઇ રહ્યુ છે.

પોમ્પિયોએ કહ્યુ કે, ચીનમાં માનવાધિકારો માટે કોઈ સ્થાન નથી. તે વેપાર વધારવા અને નફો કમાવવા માટે દરેક પ્રકારના કીમિયા અપનાવી રહ્યુ છે. હવે તેના આ કાવતરા અમેરિકા માટે પણ ઘડી રહ્યુ છે. પણ કદાચ ચીનને અમેરિકાની શક્તિનો અંદાજ નથી. ચીને તેની સૈન્ય શક્તિ વધારી છે અને તેને વધારવામાં લાગી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણી વખત કહેતા હતા કે, વિશ્વાસ જરૂર કરો, પણ પહેલા તેની તપાસ પણ કરો.