વોશિંગ્ટન-

હિલેરી ક્લિન્ટને એશિયાના ઘણા પાડોશી દેશો સાથે ચીનના આક્રમક વલણ માટે ટ્રમ્પ પ્રશાસનને દોષી ઠેરવ્યું હતું. યુએસના પૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટને કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રની ખોટી વિદેશી નીતિઓને કારણે ચીન આજે તેના પડોશીઓ સાથે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ક્લિન્ટને આમાં ભારતને પીડિત પણ ગણાવ્યું હતું.

2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી ગયેલા ક્લિન્ટને દાવો કર્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્રની નબળી વિદેશી નીતિનો લાભ રશિયા અને ચીન લઈ રહ્યા છે. જો કે, ટ્રમ્પ વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈ પણ વહીવટીતંત્રે આ પહેલા જોરશોરથી આ કામ કર્યું નથી જેટલું તેણે ચીન સામે બતાવ્યું છે. હિલેરી ક્લિન્ટનનો ઉલ્લેખ કરતાં એક ન્યૂઝ એજન્સી કહ્યું, "ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિશ્વમાં સર્જાયેલી અરાજકતા સરળતાથી જોઇ શકાય છે."

બીજી તરફ, ચીન ઉઇગરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે, અન્ય દેશો પર નજર રાખી રહ્યું છે, દક્ષિણ ચીન સમુદ્રને દાદાગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભારત સાથે સરહદ વિવાદ ઉભો કરે છે.