બેઇજિંગ,તા.૯

કોરોના વાયરસ વેક્સીનને લઇ ચીનના એક ટોચના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે સંક્રમિતોની સારવાર માટે સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે બજારમાં ઉતારી શકે છે. તેમણે  વૈશ્વિક મહામારીને ઉકેલવા માટે હર્ડ ઇમ્યુનિટી નહીં પરંતુ વેક્સીનેશન જ મુખ્ય સમાધાન હશે. તેમણે આ વેક્સીનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ અમે તેને લઇ મોટી જાહેરાત કરી શકીએ છીએ. 

ચીનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ઝોંગ નાનશાને  કે અમે કોરોના વાયરસની કેટલીય વેક્સીન પર કામ કરી રહ્યા છીએ. તેમાંથી કેટલીક રસી સપ્ટેમ્બરથી લઇ ડિસેમ્બરની વચ્ચેહોસ્પિટલમાં સારવાર માટે ઉપલબ્ધ કરાવાશે. આપને જણાવી દઇએ કે આવી જ જાહેરાત ચીનના સેન્ટર ફોર ડિસીસ પ્રિવેનશ્ન એન્ડ કંટ્રોલના મહાનિર્દેશક ડા.ગાઓ ફૂ એ પહેલાં પણ કરી હતી. 

ડા.ઝોંગ નાનશાને બ્રિટિશ સરકારની બર્ડ ઇમ્યુનિટી થિયોરી પર ચિંતા વ્યકત કરી. તેમણે આનાથી લાખો લોકોના જીવનને ખતરો થઇ શકે છે. તેનાથી બચવા માટી રસી સિવાય બીજા કોઇ ઉપયા જ નથી. કોરોના વાયરસની વિરૂદ્ધ ચીનની લડાઇનું નેતૃત્વ કરવા માટે નિમણૂક કરાયેલા ડાકટર ઝોંગ એ હર્ડ ઇમ્યુનિટી એ સ્થિતીને જણાવે છે જ્યાં લોકો એ એક બીમારીના પ્રત્યે રક્ષા પ્રાપ્ત કરી લીધી છે.