દિલ્હી-

Qચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભાષણ આપ્યુ જેમાં કહ્યું કે ચીન ક્યારે કોઈને ભડકાવતુ નથી.પરંતુ અમને ભડકાવવામાં આવ્યા તો અને પાછા નહી પડીએ. અમે ચીનની સંપ્રભુતા અને પ્રતિષ્ઠાનો બચાવ કરીશું. છેલ્લા કેટલાક દિવસોમાં લદ્દાખ સરહદે ચીની સૈનિકોએ ઘુસણકોરીના પ્રાયસો કર્યા છે. તેવા સમયે જ ચીનના વિદેશ પ્રધાનનું આવુ નિવેદન ચીનનું બેવડુ વલણ સ્પષ્ટ કરે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે ચીન વિશ્વશાંતિનું સમર્થક રહ્યું છે. પીપલ્સ રિપબ્લિકની સ્થાપના બાદ ચીને ક્યારે યુદ્ધ માટે ભડાકાવવાનો પ્રયત્ન કર્યો નથી કે અન્યની જમીન પર એક ઈંચનો કબ્જાે કર્યો નથી.