બેઇજિંગ/વોશિંગ્ટન-

કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઘેરાયેલા ચીન સામે બીજા તબક્કાની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને આ માંગને સમર્થન આપ્યું છે અને ચીનને સહયોગ આપવા અપીલ કરી છે. આ બધી બાદતો થતા હવે ચીનના અધિકારીઓ ડબલ્યુએચઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે. ચીને કહ્યું છે કે જાે ડબલ્યુએચઓએ તપાસ કરવી હોય તો ચીની લેબોરેટરી નહીં પણ અમેરિકન લેબોરેટરીની તપાસ થવી જાેઈએ.

ચીનમાં કોરોના વાયરસની ઉત્પત્તિ મુદ્દે બીજા તબક્કાની તપાસની માંગ તીવ્ર થતાં ચીન અમેરિકા પર હમલાવર થયુ છે. ચીને વિશ્વ આરોગ્ય સંગઠનને ચીનને બદલે યુએસમાં લશ્કરી થાણાની તપાસ કરવા જણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું કે, 'જાે લેબનું પરીક્ષણ કરવું હોય, તો ડબલ્યુએચઓ નિષ્ણાતોએ ફોર્ટ ડેટ્રિક જવું જાેઈએ. આ પ્રયોગશાળામાંથી બહાર નીકળીને કોરોના એક વ્યક્તિમાં ફેલાયો અને તે પછી આખી દુનિયામાં ફેલાઈ ગયો. કોવિડ-૧૯ નો પહેલો કેસ વુહાનમાં નોંધાયા હોવાથી આ પ્રયોગશાળાને શંકાની નજરે જાેવામાં આવે છે. ચીને આ થિયરીનો વિરોધ કર્યો છે અને યુ.એસ. પર આરોપ લગાવતા કહ્યું છે કે યુ.એસ. સૈન્ય મથક ફોર્ટ ડેટ્રિકમાં જૈવિક પ્રયોગશાળા છે, એવી અફવા છે કે ત્યાં પણ આવા વાયરસ તૈયાર થાય છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું હતું કે "યુ.એસ.એ વહેલી તકે પારદર્શક અને જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવી જાેઈએ અને ડબલ્યુએચઓના નિષ્ણાતોને ફોર્ટ ડેટ્રિક લેબની તપાસ માટે આમંત્રણ આપવું જાેઈએ અને તે પછી જ સત્ય દુનિયા સામે આવી શકે છે." હકીકતમાં, ચીન ગુસ્સે છે કારણ કે વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકોએ ચીન તરફ આંગળી ચીંધી છે અને ડબલ્યુએચઓએ પણ ફરીથી તપાસની માંગ કરીને ચીનનો સરહકાર માંગ્યો છે, જેને લઈને ચીન બોખલાયુ છે.