/
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના શરીરમાં રાજકીય હાડકાનો અભાવ છેઃ બિડેન

વોશ્ગિટંન-

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનએ કહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના શરીરમાં રાજકીય ‘હાડકાં’નો અભાવ છે. જાે કે બાઇડેને એમ પણ કહ્યું કે બંને દેશ વિવાદથી બચી શકે છે. બાઇડેને અમેરિકા-ચીન નીતિને રિસેટ કરવાના સંકેત પણ આપ્યા.

સીબીએસની સાથે ઇન્ટરવ્યુમાં બાઇડેને જિનપિંગને લઇ કહ્યું કે તેઓ ખૂબ જ તેજ છે. ખૂબ જ કડક પણ. હું તેમની આલોચના કરી રહ્યો નથી પરંતુ હકીકત છે કે તેમના શરીરમાં રાજકીય હાડકાં નથી. પરંતુ વાત એ છે કે મેં કહ્યું કે અમારે વિવાદોમાં પડવું નથી.અમેરિકા-ચીનની વચ્ચે વેપાર અને અન્ય નીતિઓને લઇ બાઇડેને કહ્યું કે તગડી કોમ્પિટિશન થવા જઇ રહી છે. પરંતુ હું તેને એવી રીતે નહીં કરું જેમકે તેઓ (જિનપિંગ) જાણે છે. હું તને એ રીતે નહીં કરું જેવું ટ્રમ્પે કર્યું હતું. અમે આંતરરાષ્ટ્રીય નિયમો પર ફોકસ કરવા જઇ રહ્યા છીએ.

બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપ રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન શી જિનપિંગને કેટલીય વખત મળી ચૂકયા છે. પરંતુ તેમને એમ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધીમાં તેમણે જિનપિંગને ફોન કર્યો કે નહીં, બાઇડેને કહ્યું કે એવો કોઇ મોકો આવ્યો નથી. તેમની સાથે વાત નહીં કરવાનું હાલ કોઇ કારણ નથી.

બાઇડેને કહ્યું કે તેઓ જિનપિંગને સારી રીતે ઓળખે છે કારણ કે તેમણે ૨૪ થી ૨૫ કલાક તેમની સાથે પ્રાઇવેટ મીટિંગ કરી છે. બાઇડેને કહ્યું કે તેમણે જિનપિંગની સાથે 27000 કિલોમીટરનો પ્રવાસ પણ કર્યો છે. આપને જણાવી દઇએ કે બાઇડેન સરકાર ચીનની સાથે સંબંધોને શ્રેષ્ઠ કરવાની કોશિષ કરી રહ્યું છે અને આ કડીમાં બાઇડેને આ વાતો કહી છે. આની પહેલાં ટ્રમ્પના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ થઇ ગયા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution