24, ડિસેમ્બર 2020
ઇસુ વર્ષ-૨૦૨૦ના અંતિમ તહેવાર નાતાલ(ક્રિસમસ)ને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. વડોદરામાં ફતેગંજમાં આવેલ ઐતિહાસિક ચર્ચ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ચર્ચ અને દેવળો આ વખતે નાતાલના દિવસે બંધ રહેશે. આ ઉપરાંત નવા વર્ષના વધામણા માટે ચર્ચમાં યોજાતી પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે, જાે કે નાતાલ પર્વને લઈ દેવળો આકર્ષક રોશનીથી ઝળહળી ઊઠયા છે.