ટીમ વડોદરા દ્વારા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહનું સન્માન કરાયું 
01, ફેબ્રુઆરી 2021

વડોદરા,તા.૨૯

વડોદરાના સમા સાવલી માર્ગ પર આવેલ લીલોરિયા હોલ ખાતે ટીમ વડોદરાના નેજા હેઠળ શહેરની અગ્રણી સંસ્થાઓ, ડોક્ટર્સ, એન્જીનીયર, બિઝનેસ ગ્રુપ, એસોસિએશન તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ યોજાઈ હતી.જેમાં વડોદરા શહેરની સુંદરતા વધારવાને માટે શું શું કરી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સલાહ સૂચનો અપાય હતા. જેમાં શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેઓનું ટીમ વડોદરા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ ટીમ વડોદરાની કોર કમીટીમાં ઈજનેર યોગેશ ઠક્કર, સુરેન્દ્ર રાઠોડ અને ડો.મિતેષ શાહનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું આયોજન ક્રેડાઇના પ્રમુખ પ્રિતેશ શાહ દ્વારા કરાયું હતું. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લગતા આયોજનની પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ પ્રસંગે તેઓએ ઉમેર્યું હતું કે, શહેરની સુંદરતાના કાર્યમાં ટીમ વડોદરા ઝંપલાવશે.જેઓ પાલિકા સાથે સંકલન કરીને વહો વડોદરાના પાયલોટ પ્રોજેક્ટમાં પાંચસો મીટર જેટલી જગ્યામાં જે પ્રોજેક્ટ ખર્ચ થશે એ ટીમ વડોદરા ઉઠાવશે. એમાં ઇન્દુ બ્લડ બેન્ક વાટી ડો. વિજય શાહે પંદર લાખની સહાય આપવાની વાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution