વડોદરા

શહેરના સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ જનમહેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જનમહેલના ગ્રાઉન્ડ ફલોર પર તમામ સુવિધાઓ સાથે સિટીબસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલથી તમામ શહેરી બસો જનમહેલ સ્થિત નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઉપડશે. વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અનેક પ્રોજેક્ટ લોકભાગીદારીથી કરવામાં આવ્યા છે. જેમાં રેલવે સ્ટેશન પાસે સિટી બસ સ્ટેન્ડ સાથે જનમહેલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ૧.૫૦ લાખ સ્કવેર ફૂટની જગ્યામાં સિટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું.

ત્યારે આવતીકાલથી શહેરી બસસેવાની બસો જનમહેલ ખાતે બનાવવામાં આવેલા સિટી ટ્રાન્સપોર્ટ હબમાંથી ઉપડશે. હાલ શહેરના વિવિધ ૩ર રૂટ પર ૧૨૦ બસ દોડાવવામાં આવી રહી છે, જે આવતીકાલથી જનમહેલ ખાતેથી ઉપડશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા-કોલેજિસ હાલ બંધ હોઈ ૧૬૦ના સ્થાને ૧૨૦ બસો દોડાવવામાં આવી રહી છે.