વડોદરા ઃ શહેરના જ્યુબિલીબાગ વિસ્તારમાં કેટલાક પથારાવાળાઓ તેમજ દુકાનદારો દ્વારા તેમના વાહનો પા‹કગ કરી કરવામાં આવેલા દબાણો દૂર કરવા ગયેલ ટ્રાફિક તેમજ રાવપુરા પોલીસ વચ્ચે આજે શાબ્દિક ઉગ્ર ટપાટપ સાથે ઘર્ષણના દૃશ્યો સર્જાયાં હતાં. લાકડાઉન બાદ અનલાક-૧માં કેટલીક શરતો સાથે વેપાર ધંધા માટે છૂટછાટ આપવામાં આવી છે જેથી નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓએ રાબેતા મુજબ રોજગાર ધંધા શરૂ કર્યા હતા ત્યારે શહેરના જ્યુબિલીબાગ વિસ્તારમાં કેટલાક પથારાવાળાઓએ તેમજ દુકાનદારોએ જાહેર રોડ પર ફોર વ્હીલ તથા ટુ વ્હીલ વાહનો પાર્કિંગ કરીને રોડનું દબાણ કર્યું હતું જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી. ટ્રાફિકની સમસ્યાના મામલે આજે રાવપુરા પોલીસનો કાફલો જ્યુબિલીબાગ વિસ્તારમાં ઉતરી પડયો હતો અને જાહેર રોડ પર પાર્ક કરવામાં આવેલા નાના મોટા વાહનો ડિટેઈન કરવાન કાર્યવાહી હાથ ધરી હતી. તદ્‌ઉપરાંત પથારાવાળાઓએ હટાવવામાં આવી રહ્યા હતા. પોલીસની વાહન ડિટેઈનની કાર્યવાહીના પગલે દુકાનદારો તેમજ પથારાવાળાઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઉગ્ર શાબ્દિક ટપાટપ થતાં વાતાવરણ ગરમાયું હતું.