અમદાવાદ-

ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ 2 ના અધિકારી નિપૂર્ણ ચંદ્રવદન ચોકસી 1.21 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જો કે ઘરે તપાસ કરતા સરકારી બાબુના પાસેથી રોકડા સવા બે કરોડ રૂપિયા મળી આવ્યા હોવાથી એસીબીની સૌથી મોટી ટ્રેપ બની છે. સરકારી બાબુ પોતાના પગાર ઉપરાંત ઉપરની મલાઈ ખાવામાં રસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ 2 ના અધિકારી નિપૂણ ચંદ્રવદન ચોક્સી 1.21 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બાદમાં નિપૂર્ણના ઘરે તપાસ કરતા 2 કરોડ 27 લાખથી પણ વધુ રકમ મળી આવી હતી. જો ડે જો ડે રૂ.10 લાખના દાગીનાઓ પણ મળી આવ્યા હતા. જેમાં ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં ફરજ બજાવતા નિપૂણ ચંદ્રવદન ચોકસીએ એક યુવક પાસે કોન્ટ્રાક્ટનું વળતર ચૂકવવા માટે લાંચની માંગણી કરી હતી. યુવકે પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થયું હતું. જેના માટે તેમને વળતર ચૂકવવા માટે આરોપીએ ૧.૨૫% લેખે લાંચની માંગણી કરી હતી. કેટલીક રકજક બાદ ૧% લેખે ૧,૨૧,૦૦૦ ની લાંચ માંગી હતી. યુવકે લાંચ ન આપવી હોવાના કારણે તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર આર. જી. ચૌધરીએ એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમાના માર્ગદર્શન મુજબ નિપૂણ ચંદ્રવદન ચોકસીને ટ્રેપ ગોઠવી ધરપકડ કરી હતી. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ નિપૂણ ચોકસીના ઘેર સર્ચ દરમિયાન 4,12,000 ની રકમ મળી છે. ગાંધીનગર કો-ઓપરેટિવ બેન્કમાંથી 74,50,000 ની રકમ તેમના લોકરમાંથી મળી આવી છે. અન્ય બેન્ક એકાઉન્ટમાં ચેક કરતા 1 કરોડ જેટલી રકમ મળી હતી. કુલ સવા 2 કરોડની રકમનો મોટી ટ્રેપ કરવામાં આવી છે. કેનેરા બેંકમાં સોનાની જડતી લેવામાં આવી છે, જેની કિંમત સવા 2 લાખ જેટલી થવા પામી છે. ACBએ ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રૂપિયા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.