વલસાડ સિવિલના વર્ગ ૪ ના કર્મચારીઓ પગાર બાબતે હડતાળ પર
16, એપ્રીલ 2021

વલસાડ, એક તરફ કોરોના મહામારી ભયાનક ખેલ ખેલી સંક્રમિત દરદીઓ ને મોત ના ઘાટ ઉતારી રહી છે બીજી તરફ કોરોના ના દરદીઓ ની દિન રાત સેવા કરતા સિવિલ ના વર્ગ ૪ ના કર્મચારીઓ ને વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની છેલ્લા ચાર મહિના થી વેતન ન આપી આર્થિક તંગી માં ધકેલી દેતા ૨૦૦ થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. દરરોજ વલસાડ સિવિલ માં મહામારી ના ભોગ બનેલા ૨૦ થી ૨૫ દરદીઓ દમ તોડી રહ્યા છે એવા કપરાકાળ માં અહીં ફરજ બજાવતા કર્મચારીઓ દરરોજ મોત નો સામનો કરવો પડતો હોય છે પોતા ના જીવ ને જાેખમ માં મૂકી સતત સેવા બજાવતા કર્મચારીઓ ને કંપની પગાર બાબતે રખડાવી રહી છે. સિવિલ માં કોંટ્રાક્ટ લઈ રહેલ વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની વલસાડ સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીઓ ના પગાર ના મુદ્દે અનેકવાર વિવાદ માં આવી હતી. વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની ગમે ત્યારે પોતા ની મરજી પ્રમાણે કાયદો બનાવી કર્મચારીઓ ના પગાર બાબતે ર્નિણય લઈ લે છે ગમે તે સમયે પગાર નું ચુકવણું કરે છે કંપની મેનેજમેન્ટે વલસાડ સિવિલ માં ફરજ બજાવતા વર્ગ ચાર ના કર્મચારીઓ ના પગાર છેલ્લા ચાર મહિના થી આપ્યા ન હોવાની સાથે સાથે પગાર માં એક હજાર રૂપિયા નો કાપ મૂકી ૮૪૦૦ રૂપિયા ના બદલે ૭૪૦૦ રૂપિયા પગાર ચુકવવાની બાબત સામે આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને લગભગ ૨૦૦ કર્મચારીઓ હડતાળ પર બેસી ગયા હતા જેને લઈ વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલનો વહીવટ ખોળવાયો હતો. દરદીઓ અટવાયા હતા જેને પગેલે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ અને નોન કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના મૃત દેહો મેળવવા માટે પરિવાર જનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.હતો પરિવાર જનો પોતાના સ્વજનોને જે કોવિડમાં મૃત્યુ પામ્યા છે તેવોને અંતિમ વાર જાેવા માટે સિવિલ હોસ્પિટલ પર આમથી તેમ ફાંફા મારવાનો વારો આવ્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution