2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો થશે શરૂ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં કરી જાહોરાત
25, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના સંકટ નહીં બરાબર છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, ત્યારે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે શિક્ષણમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ 6 થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાના વર્ગો શરૂ થશે. આ દરમિયાન ઓનલાઈન અને ઑફલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. આગામી 2 સપ્ટેમ્બરથી 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ થશે. શાળામાં આવવા માટે વાલીઓની લેખિત સંમતિ હોવા જરૂરી રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ સિવાય સ્કૂલોએ હેન્ડવૉશ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. આમ ધોરણ 9 થી 12ના ઓફલાઈન વર્ગો માટે લાગુ પડતી SOP ધોરણ 6 થી 8ના વર્ગો માટે પણ લાગૂ પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution