13, ઓગ્સ્ટ 2022
1980 |
એક તરફ કોઈ બગીચામાં ખીલેલા રંગબેરંગી પુષ્પોની યાદ અપાવતી તસવીર કે જેમાં પાલિકાના સફાઈ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે પાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા હતા. જયારે બાજુની તસવીર એવા સ્થળો પૈકીના એક સ્થળની છે કે જયાં ખરેખર રંગબેરંગી તરોતાજા ફુલો ધરાવતા બગીચા હોવા જાેઈએ. સ્માર્ટસીટીનો મતલબ જ એ કે જે વાસ્તવિકતા હોવી જાેઈએ તેનાથી બરાબર વિપરીત વાસ્તવિકતા હોય! અને છતાં આપણે આપણાં શહેરને ‘સ્માર્ટ સીટી’ ગણવાની! શાસકોની નફફટાઈ અને પ્રજાની સહનશક્તિને સો-સો સલામ.