કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. આ સૌની વચ્ચે હવે ભારતમાં પણ આયુર્વેદની દવાઓનો કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના જયપુરમાં કોરોનાના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનુ પરીક્ષણ કરવામાં આવી રહી છે.

જયપુરના રામગંજમાં ૧૨૦૦૦ લોકો પર આયુર્વેદની એક ઈમ્યુનિટીની દવાની ટેસ્ટીંગપણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આયુષ મંત્રાલય આ ટ્રાયલ ક્લનિકલ રિસર્ચ આૅર્ગેનાઈઝેશન ટીમની સાથે મળીને કરી રહી છે. આયુષ મંત્રાલયના આધિન કામ કરનારા રાષ્ટÙીય આયુર્વેદ સંસ્થાએ કોરોનાને લઈને ચાર દવાઓ બનાવી છે જેમાંથી એકનું નામ છે આયુષ ૬૪. જેને પગલે આયુષ મંત્રાલય ઉત્સાહિત છે. રાષ્ટÙીય આયુર્વેદ સંસ્થાન જયપુરે કોરોનાના દર્દીઓ પર આનો Âક્લનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ Âક્લનિકલ ટ્રાયલ કોવિડ-૧૯ ના પ્રથમ સ્ટેજના દર્દીઓ પર જયપુરના એક ખાનગી હોÂસ્પટલમાં કરવામાં આવી રહી છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરનું કહેવુ છે કે આ દવા સામાન્ય રીતે પહેલા મલેરિયા માટે આપવામા આવતી હતી પરંતુ આમાં કેટલાક પરિવર્તન સાથે કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે. આના અધ્યયન માટે Âક્લનિકલ રિસર્ચ આૅર્ગેનાઈઝેશનનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરે કÌš કે ત્રણથી ચાર મહિનામાં આના રિઝલ્ટ સામે આવી જશે. શરૂઆતી પરિણામ સારા દેખાઈ રહ્યા છે. આ સિવાય ૧૨૦૦૦ લોકોને લઈને આયુર્વેદિક દવા સંશમની બુટીના ઈમ્યુનિટી બુસ્ટરનો ટ્રાયલ પણ શરૂ કરવામા આવ્યા છે. રામગંજ જેવા કંન્ટેન્ટમેન્ટ એરિયાના લોકોને આ દવાની બે-બે ગોળીઓ સવાર-સાંજ ખવડાવવામાં આવી રહી છે.