દ્વવારકા-

દ્વારકા નજીકના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થતા, શિવરાજપુર બીચ ખાતે બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. આ સાથે આજરોજ ફેઝ- 1 અંતર્ગત રૂપિયા વીસ કરોડના ખાતે પ્રવાસી સુવિધાની કામગીરીનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ કામગીરી ત્રણ ફેઝમાં કરવામાં આવશે.

આજના પ્રથમ ફેઝમાં રૂ. વીસ કરોડના ખર્ચે અરાઇવલ પ્લાઝા, ઇન્ટરવેશન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથવે, સાઇનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક, ઇલેક્ટ્રિક વર્ક, અંડરગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. દ્વારકાથી 11 કિલોમીટર દુર આવેલા શિવરાજપુર ખાતે સુંદર તથા કુદરતી પર્યાવરણથી લોકો મંત્રમુગ્ધ થઈ અહી નોંધપાત્ર સંખ્યામાં પર્યટકોની ભીડ રહે છે. ભારતના આઠ બ્લુ ફ્લેગ બીચ પૈકી ગુજરાતનો એક માત્ર શિવરાજપુર બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે.