છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા ૧૨ સવારથી અચાનક આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા હતા. અને વાતાવરણમાં ફેરફારો જનતા હતા. છોટાઉદેપુર પંથકમાં છેલ્લા ૧૦ દિવસ થી બપોરના ભારે તડકો લાગે છે. ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ધગધગતા ઉનાળા જેવું વાતાવરણ જાેવા મળે છે. પરંતુ આજરોજ તાપમાન માં ઘટાડો જાેવા મળ્યો હતો. આકાશમાં ચારેય બાજુ વાદળો છવાતા માવઠું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

છોટાઉદેપુર પંથકમાં વહેલી સવારે અને રાત્રીના ઠંડી અને બપોરે ભારે ગરમી બેવડી ઋતુને કારણે અને આકાશમાં વાદળો થતા શરદી ખાંસી સાંધાના દુખાવા જેવી બીમારીઓની ઘણા ફરિયાદ કરી રહ્યા છે. બોમારીઓ વધી રહી છે. હાલમાં વાદળ છાયા માહોલને કારણે થોડો વખત તાપ અને થોડો વખત છયડો જાેવા મળી રહ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે આ રીતના બદલાતા વાતાવરણ ને કારણે મકાઈ અને સૂકા ઘાસચારો બગડવાની શક્યતાઓ રહેલી છે. જાે માવઠું થાય તો ફળો નો રાજા ગણાતી કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. નવી આવતી કેરીની કૂંપણો બળી જવાનો ડર છે. અને માલ પણ બધો બગડી જઇ શકે છે. જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. એક તરફ મોંઘવારી, બીજી બાજુ બેવડી ઋતુના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી હાલ ખેડૂતોની હાલત કફોડી જાેવા મળી રહી છે. જાે માવઠું થાય તો ઓરસંગનદી માં થતી ટમેટાની ખેતીને અતિભારે નુકસાન થવાની શક્યતાઓ છે. જેથી ખેડૂતોના જીવ અધ્ધર જણાઈ રહ્યા છે.