કચ્છમાં સભા ગજાવતા CM રૂપાણી: કહ્યું, કચ્છનો વિકાસ થશે એ મારી જવાબદારી
22, ઓક્ટોબર 2020

ભુજ-

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રચાર શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અબડાસા વિધાનસભા સીટ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા વિધાનસભા સીટ અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાયો હતો.  જાહેરસભામાં સીએમ રૂપાણીએ પ્રજાને ઘણા વાયદા કર્યા છે. કચ્છનો સવાયો વિકાસ થશે એ મારી જવાબદારી છે. તમે મતદાન કરો, પછીના દિવસોમાં અમે કામ કરીશું. જે સભાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો.

પ્રદ્યુમનસિંહ જાડેજાએ ક્યારેય રાજકારણ નથી કર્યું. પ્રદ્યુમનસિંહ હંમેશા પ્રજાના પ્રશ્નો લઈ અમારી પાસે આવતા રહ્યા છે. ભાજપ સરકાર ગરીબો માટે કામ કરે છે. મુશ્કેલીના સમયે કોંગ્રેસના નેતા રિસોર્ટમાં જલશા કરતા હતા. દરિયાનું ખારૂ પાણી મીઠુ કરવા કચ્છમાં પ્રોજેક્ટ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અબડાસા સીટના ભાજપાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આજે તેઓના અબડાસા વિધાનસભા વિસ્તારના પ્રવાસ દરમ્યાન ૧૧ કલાકે જંગલેશ્વર મેદાન ખાતે જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે ઓધવરામ ફાર્મ, ખાતે સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરી હતી. 

જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં આજે સવારે જલાલપુર ખાતે બપોરે માંડવા ખાતે જૂથ બેઠકોમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બપોરે ૩ કલાકે માંડવધાર, સાંજે ૬ કલાકે દડવા અને સાંજે ૭ કલાકે પાટણા ખાતે જાહેરસભામાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution