સીએમ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો
04, ડિસેમ્બર 2020

અમદાવાદ,આજે સીએમ રૂપાણીના હસ્તે ઓડીપીએસનું લોકાર્પણ કરવામાં આવ્યું હવે બાંધકામ માટે હવે રાજ્યમાં મળશે ઓનલાઇન મંજૂરી આપવામાં આવી છે. આજથી ઓફલાઇન મંજૂરી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦ આજથી શરૂ થશે. સીએમ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ રૂપાણીનું કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતુ કે, મારી સરકાર પારદર્શક સરકાર હશે, નિર્ણાયક સરકાર હશે. એટલે કહ્યું હતું હું ૨૦-૨૦ રમવા આવ્યું છું. જાડી ચામડીવાળી સરકાર નથી પ્રજાની સરકાર છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ડેવલપમેન્ટ પરમિશન ઓનલાઇન આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ભાજપ સરકાર વિકાસની રાજનીતિ કરે છે. સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. દરેક માણસને પોતાના ઘરનું સ્વપ્ન હોય છે. પ્લાન પાસ કરાવવા માટે ચપ્પલના તળિયા ઘસાઇ જાય છે. ટેબલે ટેબલે લોકોએ ભાઇ સાહેબ કરવું પડે છે. હવે ૨૪ કલાકમાં ફાઇનલ મંજૂરી મળશે. હવે પ્લાનની મંજૂરી માટે પૈસા નહી આપવા પડે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution