જુનાગઢ-

આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી જૂનાગઢમાં શરૂ થઇ રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતુ. આજે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જુનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જુનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે. ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયુ પરંતુ જુનાગઢને તો ત્રણ મહિના પછી 9મી નવેમ્બરે આઝાદી મળી. આરઝી હકુમતના જન જુનાવળના કારણે ભારતનું અભિન્ન અંગ બન્યુ. હું આરઝી હકુમતનાં સૈનાનીઓને પણ વંદન કરું છું. ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ પાર્ક ગુજરાતમાં છે. વિશ્વની સૌથી મોટી 12 હજાર બેડની મેડીસિટી ગુજરાતમાં બનાવ્યું છે. દેશનું સૌથી મોટુ સીએનજી પોર્ટ ભાવનગરમાં બનાવ્યું છે. દેશની સૌથી મોટી બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ચાલુ થશે. એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિશ્વનું સૌથી મોટો કોમર્શિયલ કોમ્પલેક્ષ સુરતમાં, ગુજરાતમાં છે. દરિયા પર સ્માર્ટ સિટી પણ ગુજરાતમાં છે. ખારા પાણીને મીઢું બનાવવાનાં પ્રયત્નો ગુજરાતે હાથ ધર્યા છે.