રાજકોટ-

તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને તહેશ નેહત કરી દીધુ હતું. ત્યારે સૌથી વધારે પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ હવાઈ નિરિક્ષણ કર્યું હતું. જોકે, આજે ગુરુવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકત લીધી હતી. સાથે સાથે અગ્રસ્ત વિસ્તારોના પીડિતો સાથે પણ વાત કરી હતી.

સીએમ રૂપાણીને સરપંચ અને ગરડા ગામનાં લોકોએ આ મહામુસિબતથી પડેલું દુખ અને વ્યથા વર્ણવી હતી. જેની સામે સીએમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમારી મદદ કરશે. નોંધનીય છે કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17મી મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે.

કેન્દ્ર સરકાર વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તૌક્તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તોકતે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.