CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને "46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ" સમારોહ યોજાશે
26, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

ભારતની ડાયમંડ સિટી અને સ્માર્ટ સિટી સુરત ખાતે આવતીકાલે તા. ૨૭ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને “૪૬મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ” સમારોહ યોજાશે. આવતીકાલે સાંજે ૫.૦૦ કલાકે લે મેરિડિયન હોટલ, સુરત ખાતે યોજાનાર એવોર્ડ્સ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે ખાસ મહેમાન તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય આયોજિત ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ- GJEPCના કાર્યક્રમમાં GJEPC ઇન્ડિયાના ચેરમેન શ્રી કોલિન શાહ, GJEPCના વાઇસ ચેરમેન વિપુલ શાહ, GJEPCના હોદ્દેદારો સહિત જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution