10, જુન 2020
વડોદરા,તા.૯
ગુજરાતના સૌથી મોટા પુષ્ટિમાર્ગીય સંકુલ વ્રજધામ આધ્યાÂત્મક સંકુલ› ખાતે તા.૮ જુનથી સરકારના નિર્દેશ અનુસાર દર્શનાર્થે સંકુલ કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારે કોરોનાની સુરક્ષાને ધ્યાનમાં લઈને વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયના માર્ગદર્શનમાં સોશીયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનેટાઈઝેશન તથા થર્મલ સ્ક્રીનીંગ જેવી તમામ વ્યવસ્થાઓ સંકુલ ખાતે કાર્યરત કરવામાં આવી હતી.
ત્યારે ગત રોજ કલેક્ટર શ્રીમતિ શાલીની અગ્રવાહ તથા પોલીસ કમીશ્નર અનુપમસિંહજી ગેલહોતે વ્રજધામ સંકુલની મુલાકાત લીથી હતી. સાથે બંનેએ મુલાકાત કરીને વ્યવસ્થાને નિહાળી હતી. તમામ વ્યવસ્થાને જાઈને કલેક્ટરશ્રીને બિરદાવી હતી અને અન્ય ધાર્મિક સ્થળોને પણ સંકુલની વ્યવસ્થાને અનુસરવા આહવાન કર્યું હતું.