12, ઓગ્સ્ટ 2020
વડગામ, તા.૧૧
વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે માટે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ટીમ એજ્યુકેશન દ્વારા નવતર પહેલ કરી ઓનલાઇન ક્વીઝ અને દેશભક્તિ ગીત તથા કવિતા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઓનલાઇન સ્પર્ધાનું બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
તા.૧૦થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન યોજાનાર આ ઓનલાઇન સ્પર્ધામાં ધો.૬થી ૮ અને ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સવારે ૯ વાગ્યાથી ભાગ લઇ શકશે. ઓનલાઇન દેશ ભક્તિ ગીત ગાયન સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ પોતે ગાયેલા ગીત તા. ૧૪ ઓગષ્ટ સુધી ટીમ એજ્યુકેશન બનાસકાંઠાનું ફેસબુક પેજ ઓપન કરી તેને લાઇક કરી વિડીયો અપલોડ કરવાનો રહેશે.ઓનલાઇન સ્પર્ધાના લોન્ચીંગ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એન. બી. ચાવડા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, નાયબ જિ. પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા, શિક્ષણ કચેરીના નૈનેષભાઇ દવે, શ્રીમતી અનિષાબેન પ્રજાપતિ, કરશનભાઇ પઢાર ઉપસ્થિત રહ્યાં હતાં.